અકોટા સ્ટેડિયમમાં આજથી જામશે સશક્ત નારી મેળો,વિવિધ વસ્તુઓ મળશે બજાર કરતા સસ્તી
- સશક્ત નારી મેળાના 110 સ્ટોલમાં ગૃહસુશોભન, વસ્ત્ર પરિધાન, ચર્મ, કાષ્ટ અને ચર્મ કલા સહિત પ્રાકૃતિક કૃષિની વસ્તુઓ મળશે વડોદરા, 20 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા સ્વદેશી અભિયાનને સાકાર કરવા માટે આ અભિયાનમાં નારીશક્તિના કૌશલ
અકોટા સ્ટેડિયમમાં આજથી જામશે સશક્ત નારી મેળો,વિવિધ વસ્તુઓ મળશે બજાર કરતા સસ્તી


- સશક્ત નારી મેળાના 110 સ્ટોલમાં ગૃહસુશોભન, વસ્ત્ર પરિધાન, ચર્મ, કાષ્ટ અને ચર્મ કલા સહિત પ્રાકૃતિક કૃષિની વસ્તુઓ મળશે

વડોદરા, 20 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા સ્વદેશી

અભિયાનને સાકાર કરવા માટે આ અભિયાનમાં નારીશક્તિના કૌશલ્યને સાંકળી વડોદરા શહેરમાં સશક્ત નારી મેળાનું આયોજનકરવામાં આવ્યું છે. અકોટા સ્ટેડિયમમાં 20 થી ત્રણ દિવસ માટે યોજાનારા સશક્ત નારી મેળામાં બજારમાં મળતી ગૃહ સુશોભન,કલાની વસ્તુઓ સાવ નજીવા દરે મળશે. આ મેળામાં 110 કરતા પણ વધુ સ્ટોલમાં આ વસ્તુઓ મળશે. વડોદરા શહેરનીમહિલાઓએ ખરીદીનો આ મોકો ચૂકવા જેવો નથી.

અકોટા સ્ટેડિયમમાં 20 થી 22 ડિસેમ્બર સુધી યોજનારા આ મેળાનું ઉદ્દઘાટન સવારે 10 વાગ્યે મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. એ બાદ મહિલાઓના કૌશલ્યનું પ્રદર્શન ઉક્ત 110 સ્ટોલમાં જોવા મળશે. આ દિવસોમાં સાંજ સુધી આ મેળો ખુલ્લો રહેશે.

આ મેળાની ખાસિયત જોઇએ તો વડોદરા શહેર અને જિલ્લામાં આત્મનિર્ભર બનેલી બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ તેમાંથી મળશે. ખાસ કરીને ગુંથણ, ભરતકામ, ચર્મકલા, જ્વેલરી, વસ્ત્ર પરિધાન સહિતની વસ્તુઓ અહીંથી મળશે. આ બધી જ વસ્તુઓ ભાગ લેનારી મહિલાઓ દ્વારા બનાવવામાં આવી છે.

મેળો હોય અને ખાણીપીણીના સ્ટોલ ના હોય એવું કેમ બને ? સશક્ત નારી મેળામાં આરોગ્યપ્રદ, પરંપરાગત વ્યંજનોના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. જેમા શ્રીઅન્નથી બનેલી વિવિધ વાનગીઓ ઉપરાંત મહિલાઓ દ્વારા ઘરે બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની મીઠાઇ, ચીકી, ચ્વનપ્રાશ, મધ સહિતની વસ્તુઓ મળશે.

આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિકારો દ્વારા પકાવવામાં આવેલા શાકભાજી, અનાજ, મસાલા પણ આ મેળામાં ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ સશક્ત નારી મેળાનું રાજ્ય વ્યાપી કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર મહિલાઓને આ મેળા થકી પ્લેટફોર્મ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande