ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' દરિયાઈ અને આંતરિક માછીમારી ઉત્પાદનક્ષમતા વધારવા સરકારના પ્રયાસો પર માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ, 21 ડિસેમ્બર (હિ.સ.) સાગરદર્શન ખાતે યોજાયેલા ''ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ'' વિષય પર રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં તજજ્ઞ રોહન ગોર દ્વારા હિતધારકોને દરિયાઈ અને આંતરિક માછીમારી ઉત્પાદનક્ષમતા વધારવા માટે સરકારના
ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' દરિયાઈ અને આંતરિક માછીમારી ઉત્પાદનક્ષમતા વધારવા સરકારના પ્રયાસો પર માર્ગદર્શન અપાયું


ગીર સોમનાથ, 21 ડિસેમ્બર (હિ.સ.) સાગરદર્શન ખાતે યોજાયેલા 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' વિષય પર રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં તજજ્ઞ રોહન ગોર દ્વારા હિતધારકોને દરિયાઈ અને આંતરિક માછીમારી ઉત્પાદનક્ષમતા વધારવા માટે સરકારના પ્રયાસો વિશે માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરિયાઈ (Marine) તથા આંતરિક (Inland) માછીમારી ક્ષેત્ર રાજ્યની અર્થવ્યવસ્થા, રોજગારી અને પોષણ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માછીમારી ક્ષેત્રની ઉત્પાદનક્ષમતા વધારવા અને માછીમારોની આવકમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને પહેલોની અમલવારી થઈ રહી છે.

દરિયાઈ માછીમારી ક્ષેત્રમાં આધુનિક બોટ, યાંત્રિક સાધનો, જી.પી.એસ, ફિશ ફાઈન્ડર જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. આ સાથે જ માછીમારોની સલામતી માટે લાઈફ જેકેટ, કોમ્યુનિકેશન સાધનો તથા હવામાન આગાહી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

માછલીના સંરક્ષણ અને ટકાઉ ઉત્પાદન માટે ફિશિંગ બેન પીરિયડનું પાલન, કૃત્રિમ રીફની સ્થાપના તથા માછલીના પ્રજનન ક્ષેત્રોનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આંતરિક માછીમારી ક્ષેત્રમાં તળાવો, જળાશયો અને નદીઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી માછલી ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વધુમાં ગુણવત્તાયુક્ત ફિંગરલિંગ્સનું વિતરણ, ફીડ મેનેજમેન્ટ, પાણીની ગુણવત્તા જાળવવા માર્ગદર્શન અને તાલીમ કાર્યક્રમો દ્વારા મત્સ્ય ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. માછીમારીને વૈકલ્પિક આવક સ્ત્રોત તરીકે અપનાવે તે માટે સહાય અને તાલીમ આપવામાં આવી રહી છે.

એકવાર માછીમારી થઈ ગયા પછીની પ્રક્રિયા જેમ કે, કોલ્ડ ચેઇન, સંગ્રહ અને માર્કેટિંગ જેવી સુવિધાઓ મજબૂત બનાવીને માછીમારોને યોગ્ય ભાવ મળે તે માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આ તમામ પ્રયાસો દ્વારા રાજ્યમાં માછીમારી ક્ષેત્રને ટકાઉ, આધુનિક અને આવકવર્ધક બનાવવા સરકાર સતત કાર્યરત છે, જેના પરિણામે માછીમારોના જીવનધોરણમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે અને રાજ્યના કુલ મત્સ્યઉત્પાદન ક્ષમતામાં વધારો થશે એવી આશા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande