
ગીર સોમનાથ 21 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત જાહેર વાણિજ્યિક વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ કામગીરી પ્રગતિમાં છે.
આ દિશામાં આગળ વધતા નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનાર ઇસમો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર દુકાનદારોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સોર્સ સેગ્રીગેશન અંગે જાગૃતતા લાવવા દરરોજ અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમજ ડમ્પિંગ સાઇટ પર એકઠ્ઠા થયેલ કચરાના નિકાલની કામગીરી પ્રગતિમાં છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ