
ગીર સોમનાથ, 21 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ ના મંત્રને આત્મસાત કરતાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા, તા.૨૧ થી ૨૩મી ડિસેમ્બર દરમિયાન, વેરાવળના મણિબહેન કોટક સ્કૂલની પાછળ, કે.સી.સી. મેદાન, ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો યોજાશે.
આ મેળામાં વિવિધ જિલ્લાઓના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અંતર્ગતની વસ્તુઓ તેમજ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. તેમજ મહિલા કારીગરો અને સ્વ-સહાય જૂથોને તેમની કલાકૃતિઓના વેચાણ માટે વ્યાપક પ્લેટફોર્મ મળશે.
આ મેળામાં મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલ રાજપૂત, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વિમલભાઈ ચુડાસમા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની સહિત જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ