જૂનાગઢમાં જનઆરોગ્યના સુધારા અર્થે, સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ
જૂનાગઢ 21 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદનું જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને આરોગ્ય સમિતીના ચેરમેન સોમાતભાઈ વાસણ
જૂનાગઢમાં જનઆરોગ્યના સુધારા અર્થે, સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ


જૂનાગઢ 21 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદનું જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતુ. આ પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને આરોગ્ય સમિતીના ચેરમેન સોમાતભાઈ વાસણ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં લોકોના આરોગ્યમાં નોધપાત્ર સુધારા અર્થે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખહરેશભાઈ ઠુંમર આરોગ્યના તમામ આયોમા સિદ્ધ થવા માટે આરોગ્ય વિષયક કાર્યક્રમો અને પોષ્ટિક આહાર પર જન જાગૃતિ વધારવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યુ હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વાસ્થ્ય પરિષદના સમાંરભના અંતિમ તબક્કામાં માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સ્વાસ્થ દરેકનો મૂળભૂત અધિકાર હોય તે મેળવવા આરોગ્ય શાખા અને સરકારી તંત્રની જવાબદારી ઉપરાંત બિન સરકારી સંસ્થાઓ તેમજ અન્ય હિતધારકોના પણ સાથ સહકાર ખુબ જરૂરી છે. આ પરિષદના માધ્યમથી જનઆરોગ્યના તમામ પાસાઓ પર નિષ્કર્ષરૂપ ચર્ચા વિચારણાથી જનઆરોગ્યમાં સુધારો માટે કટિબદ્ધ બની શકીશું.

જન સુખાકારી સાથે આરોગ્યમાં નોધપાત્ર સુધારા કરવાના હેતુ સાથે યોજાયેલ સ્વાસ્થય પરિષદમાં કિશોરાવસ્થામાં એનીમિયા, સ્થૂળતા અંગે જાગૃતિ અભિયાન અને ગુણવત્તાવાળુ પાણી પીવાથી આરોગ્ય પર થતી અસર વગેરે વિષયો પર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલવી તથા તેમની ટીમના સભ્યશ્રીઓ અને અન્ય સંલગ્ન સરકારી અધિકારીઓ, રાજ્ય કક્ષાના પ્રતિનિધિ, શિક્ષણ વિભાગ, ICDS વિભાગ, WASMO વિભાગ તેમજ બિન સરકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ સહિતના સહભાગીઓ એક મંચ પર હિતધારકોએ પરામર્શ કર્યો હતો. સાથે જ તેમની ભલામણો મેળવવામાં આવી હતી. જેના આધારે જનઆરોગ્યના સુધારા માટે જરૂરી નિરાકરણ, વ્યુહાત્મક અને નીતિગત સુધારાઓ શોધવાની કામગીરી કરવામાં આવશે. આ પરિષદમાં સહભાગી થયેલા મહાનુભાવોનું મોમેન્ટો અર્પણ કરી આભાર પ્રગટ કરવામાં હતો. તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીની એક યાદીમાં જણાવાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande