જામનગરની દરબારગઢ શાકમાર્કેટ વિસ્તારમાં આડેધડ રહેલી લારી-પથારાવાળાઓ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી
જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં દરબારગઢ, શાકમાર્કેટ પાસેથી દબાણરૂપ રેંકડીઓ તેમજ દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર માલસામાન રાખી દબાણ કર્યુ હોય તે જપ્ત કરવાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફીકને અડચણ થાય અને ગેરકાયદેસર
એસ્ટેટ શાખા


જામનગર, 21 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં દરબારગઢ, શાકમાર્કેટ પાસેથી દબાણરૂપ રેંકડીઓ તેમજ દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર માલસામાન રાખી દબાણ કર્યુ હોય તે જપ્ત કરવાની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફીકને અડચણ થાય અને ગેરકાયદેસર રોડ ઉપર દબાણો ન કરવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી.

શહેરમાં દરબારગઢ નજીક આવેલ શાકમાર્કેટમાં શાકભાજી વેંચતા રેંકડી ધારકો માર્ગ પર બન્ને સાઇડ ખડકાયેલા રહેતા હોય અવાર-નવાર ટ્રાફીક સહિતની સમસ્યા સર્જાતી હોય છે અને આ રેંકડી ધારકો છેક દિપક ટોકીઝ સુધી પહોંચી ચુકયા છે જેના પરિણામે આ માર્ગ પર અવાર નવાર ટ્રાફીક જામને પરિણામે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઇ છે. જેને લઇ આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

એસ્ટેટ શાખાના કર્મચારીઓ દ્વારા અધિકારી મુકેશ વરણવાની આગેવાની હેઠળ દરબારગઢ શાક માર્કેટ પાસે દબાણકર્તા રેંકડી ધારકોનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં દુકાનધારકો દ્વારા ફુટપાથ ઉપર પોતાનો માલસામાન રાખી દબાણ કર્યુ હોય તે પણ હટાવવામાં આવ્યું અને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

આસી.કમિશનર મુકેશ વરણવાએ જાહેરમાં રોડ ઉપર ગેરકાયદેસર દબાણો કરીને ટ્રાફીક અવરોધ બને તે રીતે માલસામાન ન રાખવા વેપારીઓને સૂચનાઓ આપી હતી. તેમજ રોડ ઉપર ટ્રાફિકને અડચણ થાય તે રીતે આડેધડ રેકડીઓ ન રાખવા પણ તાકીદ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande