તાલાલામાં બાળકોએ બાળલગ્ન અટકાવવા શપથ લીધા
સોમનાથ,22 ડિસેમ્બર (હિ.સ.) તાલાલામાં આજ રોજ નગરપાલિકા હાઇસ્કુલ- તાલાલા ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ તાલાલા દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી જેમાં બાળ લગ્ન રૂપી કુરિવાજ ને બંધ કરવા, આનાથી દૂર રહી પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું અને
તાલાલામાં બાળકોએ બાળલગ્ન અટકાવવા શપથ લીધા


સોમનાથ,22 ડિસેમ્બર (હિ.સ.) તાલાલામાં આજ રોજ નગરપાલિકા હાઇસ્કુલ- તાલાલા ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ તાલાલા દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી જેમાં બાળ લગ્ન રૂપી કુરિવાજ ને બંધ કરવા, આનાથી દૂર રહી પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું અને તેનાથી થતા ગેરલાભ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવેલા હતા જેમાં મુખ્ય સિવિલ કોર્ટના ન્યાયાધીશ જાડેજા, તાલાલા પોલીસ સ્ટેશન ના PSI ધનેશાબેન, નગર પાલિકા ના પ્રમુખ ઉષા લક્કડ,સામાજિક અગ્રણી કિશોર લક્કડ, પૂર્વ TPO પરબત રામ, નગર પાલિકા હાઈસ્કૂલ ના ઈન. આચાર્ય આર.આર.પરમાર તથા સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહી બાળ લગ્ન અટકાવવા શપથ લેવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande