અમરેલીમાં રેડિયન્ટ સોલારનું ઉદ્ઘાટન, નવિકરણીય ઊર્જાને નવી ગતિ
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે નવિકરણીય ઊર્જાના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગથિયુંરૂપે Radiant Solarનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ધારાસભ્ય તથા સાંસદ પણ ક
અમરેલીમાં રેડિયન્ટ સોલારનું ઉદ્ઘાટન, નવિકરણીય ઊર્જાને નવી ગતિ


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે નવિકરણીય ઊર્જાના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગથિયુંરૂપે Radiant Solarનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ધારાસભ્ય તથા સાંસદ પણ કાર્યક્રમમાં હાજર રહી સોલાર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે આજના સમયમાં સોલાર પાવર માત્ર એક વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. સૂર્યશક્તિ દ્વારા સ્વચ્છ, સસ્તી અને દીર્ઘકાળીન ઊર્જા પ્રાપ્ત થાય છે, જે પર્યાવરણના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે સોલાર ઊર્જાના ઉપયોગથી વીજળીના ખર્ચમાં નોંધપાત્ર બચત થતી હોવાથી ઘરેલુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે તેનો વ્યાપ વધતો જઈ રહ્યો છે.

મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવિકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે અને સોલાર ઊર્જા દ્વારા આત્મનિર્ભરતા તેમજ હરિત વિકાસને વેગ મળશે. રેડિયન્ટ સોલારનું આ ઉદ્ઘાટન અમરેલી જિલ્લામાં હરિત ઊર્જાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande