અમદાવાદ ક્રાઇમ બ્રાંચ-SOGએ વટવા, રામોલ અને જમાલપુરથી ચાર ડ્રગ્સ પેડલર્સની ડ્રગ્સ સાથે ધરપકડ
અમદાવાદ,22 ડિસેમ્બર (હિ.સ.) ક્રિસમસ આવે અને રેવ, ક્રિસમસ પાર્ટીઓ શરૂ થઈ જાય સાથે જ ,શહેરની પોલીસ સક્રિય થઈ જાય.ડિસેમ્બરમાં ક્રિસમસ પાર્ટીના સમયમાં 31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ-SOGએ વટવા, રામોલ અને જમાલપુરથી ચાર ડ્રગ્સ પેડલર્સની ડ્રગ્સ સાથે ધરપકડ


અમદાવાદ,22 ડિસેમ્બર (હિ.સ.) ક્રિસમસ આવે અને રેવ, ક્રિસમસ પાર્ટીઓ શરૂ થઈ જાય સાથે જ ,શહેરની પોલીસ સક્રિય થઈ જાય.ડિસેમ્બરમાં ક્રિસમસ પાર્ટીના સમયમાં 31st નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વટવાથી એમડી ડ્રગ્સ અને જમાલપુરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે SOGની ટીમે રામોલમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ ચાર ડ્રગ્સ પેડલર્સની 8.35 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.

એસઓજીની ટીમને બાતમી મળી હતી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે મોહમ્મદ હફિઝ ઉર્ફે બાબા પઠાણ નામના યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે હાલ રામોલ આરટીઓ રોડ નસીમ ફ્લેટની ડાબી બાજુના બ્લોકની નીચે વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તરત જ રામોલ પહોચી ગઈ હતી અને શંકાસ્પદ યુવકની અટકાયત કરી લીધી હતી.

હફિઝની અંગ ઝડતી કરતા તેની પાસેથી સફેદ પાઉડર મળ્યો હતો જે એમડી ડ્રગ્સ હતું. એસઓજીએ હફિઝની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રામોલ વિસ્તારમાં આવેલા નસીમ પાર્કમાં રહેતા અને મૂળ રાજસ્થાનના અસ્લાસખાન પઠાણ પાસેથી ડ્રગ્સ વેચાણ કરવા માટે લાવ્યો હતો. ડ્રગ્સનું વેચાણ થાય તેમા અલમાસ હફિઝને કમીશન મળતુ હતું. એસઓજીએ હફિઝ પાસેથી 3.82 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે જ્યારે વાહન અને મોબાઈલ થઈને કુલ 5.32 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે પણ વટવા વિસ્તારમાં આવેલા રમઝાન પાર્ક પાસે કાચા છાપરામાંથી ડ્રગ્સનો ધંધો કરતા મોહમદ જુબેર ઉર્ફે કાલીયા અંસારી અને શાદાબ ઉર્ફે શબ્બુ પઠાણની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે મોહમદ જુબેર અને શાદાબ તેમના વિસ્તારમાં એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે.

ક્રાઈમ બ્રાંચે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બહારગામથી તે ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા.આ ઘટનામાં ચોંકવનારી વાત એ છે કે એમડી ડ્રગ્સની સાથે બન્ને પેડલર્સ વજન કાંટો પણ રાખતા હતા.લોકોની જરૂરીયાત પ્રમાણે તે એમડી ડ્રગ્સ વજન કરીને આપતા હતા. ક્રાઈમ બ્રાંચે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

એમડી ડ્રગ્સ બાદ ક્રાઈમ બ્રાંચે ગાંજાનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી હતી કે જમાલપુર બ્રિજની નીચે ટ્રાન્સપોર્ટ હાઉસના ગેટ નંબર 1ની સામે મુકીમ અહેમદ જમીલ શેખ નામનો યુવક ટુ-વ્હીલર પર ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો છે. માહિતી મળતાની સાથે જ ક્રાઈમ બ્રાંચ જમાલપુર પહોચી ગઈ હતી અને મુકીમ શેખની ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande