ગીર ગઢડાના ફાટસર ગામે નવો સી.સી. રોડનું નિર્માણ
સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રોડ-રસ્તાના નિર્માણની કામગીરી પુરજોશમાં છે. જિલ્લાના છેવાડાના ગામમાં પણ પાકા અને આધુનિક રસ્તાનું નિર્માણ થાય તે માટે આયોજન હાથ ધરાયું છે. આવા જ એક ઉપક્રમમાં ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે સી.સ
ફાટસર ગામે નવો સી.સી. રોડનું નિર્માણ


સોમનાથ 15 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રોડ-રસ્તાના નિર્માણની કામગીરી પુરજોશમાં છે. જિલ્લાના છેવાડાના ગામમાં પણ પાકા અને આધુનિક રસ્તાનું નિર્માણ થાય તે માટે આયોજન હાથ ધરાયું છે.

આવા જ એક ઉપક્રમમાં ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે સી.સી.રોડ બનાવવામાં આવ્યો છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના ઉના પેટા વિભાગ દ્વારા ફાટસર એપ્રોચ રસ્તા પર ફાટસર ગામે સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રોડના નિર્માણથી લોકોને કાયમી અને પાકો રસ્તો મળશે. લોકોને આવવા-જવાની સુગમતામાં વધારો થશે અને ચોમાસા જેવી ઋતુમાં અગવડતા વગર સડસડાટ પોતાના ઇચ્છીત સ્થળે ઝડપથી પહોંચી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande