પાટણ શહેરના 176 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવા મંત્રીઓને રજૂઆત
પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને સભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રી દર્શનાબેન તથા શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. પાટણ શહેરમાં અંદાજિત 176 કરોડના 145 થી વધુ વિકાસ કામોને તાત્કાલિક મંજૂરી આપવા મા
પાટણ શહેરના ₹176 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવા મંત્રીઓને રજૂઆત


પાટણ, 25 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને સભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રી દર્શનાબેન તથા શહેરી વિકાસ મંત્રી કનુભાઈને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. પાટણ શહેરમાં અંદાજિત 176 કરોડના 145 થી વધુ વિકાસ કામોને તાત્કાલિક મંજૂરી આપવા માટે આ રજૂઆત કરવામાં આવી હતી. મુલાકાત સમયે નગરપાલિકાના અનેક સદસ્યો પણ હાજર રહ્યા હતા.

રજૂઆતમાં રોડ-રસ્તા, પાઇપલાઇન, સોલાર સિસ્ટમ, જનભાગીદારી તથા ઓજી વિસ્તારના કામો સહિત 10 જેટલા હેડ હેઠળ મંજૂર થયેલી પરંતુ પેન્ડિંગ દરખાસ્તોની માહિતી આપવામાં આવી હતી. તેમાં પાટણના ઓજી વિસ્તારમાં ₹8 કરોડના 116 કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવા અંગે ખાસ રજૂઆત કરવામાં આવી.

અન્ય મુખ્ય દરખાસ્તોમાં ₹116.58 કરોડની નવી ભૂગર્ભ ગટર યોજના, ₹12 કરોડના ખર્ચે શહેરના 17 વિસ્તારોમાં ડામર રોડ, ₹9 કરોડની ખોરસમ સરસ્વતી પાઇપલાઇનથી સિદ્ધિ સરોવર સુધી પાણી પહોંચાડવાની યોજના, તેમજ આનંદ સરોવરના ₹3 કરોડના રિનોવેશનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જનભાગીદારી હેઠળ વિવિધ સોસાયટીઓમાં કામો, ગોલ્ડન ચોકડીથી રેલવે નાળા સુધી રોડ, 33 સોસાયટીઓ માટે અંતિમ ગ્રાન્ટ, તેમજ નગરપાલિકાની મિલકતો અને બાગ-બગીચાઓમાં સોલાર સિસ્ટમ અમલ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ તમામ વિકાસ કામોને વહેલી તકે મંજૂરી આપવા મંત્રીઓ સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande