મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીને પુણ્યકાળમાં ઓનલાઇન ગૌ-પૂજન ગૌ પૂજન-દાન-પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્તી
સોમનાથ,25 ડિસેમ્બર (હિ.સ.) આગામી 14 જાન્યુઆરી, 2026 એ મકર સંક્રાંતિના પવિત્ર પુણ્યકાળ દરમિયાન દાનપુણ્ય કરવાનું મહત્વ રહેલું છે. મકરસંક્રાંતિએ પૂજા, ગૌ-પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો લોકો ધાર્મિક સ્થાનોમાં કરાવે છે. આગામી મકરસંક્રાંતિએ શ્રી સોમ
મકરસંક્રાંતિ પુણ્યકાળમાં  ઓનલાઇન ગૌ-પૂજન


સોમનાથ,25 ડિસેમ્બર (હિ.સ.) આગામી 14 જાન્યુઆરી, 2026 એ મકર સંક્રાંતિના પવિત્ર પુણ્યકાળ દરમિયાન દાનપુણ્ય કરવાનું મહત્વ રહેલું છે. મકરસંક્રાંતિએ પૂજા, ગૌ-પૂજન જેવા અનેક ધાર્મિક કાર્યો લોકો ધાર્મિક સ્થાનોમાં કરાવે છે. આગામી મકરસંક્રાંતિએ શ્રી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરમાં સવારે 9 વાગ્યે ગૌ-પૂજન, 11 વાગ્યે તલ અભિષેક તેમજ સાયં શ્રૃંગારમાં તલ શ્રૃંગાર કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 230 જેટલા ગીર-ગૌવંશ નું ગૌ-પાલન સેવા કરવા તેમજ ખેડૂતોને ગૌ-પાલન કરવા પ્રોત્સાહન મળે તેવા શુભાશયથી ગૌશાળા ચલાવવામાં આવે છે. વર્ષ દરમિયાન ગૌ-પાલન જાગૃતિ ઉત્તમ બ્રીડ પેદા થાય તે માટે ટ્રસ્ટ તરફથી ગીર બ્રીડના નંદી પ્રસાદ રૂપે વિના મુલ્યે આપવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગૌ-માતાનું પાલન અને પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાલનાં ભાગદોડવાળા જીવનમાં તેમજ શહેરમાં રહેતા અનેક લોકો ગૌ-પાલન/પૂજન કરવા ઈચ્છતા હોવા છતાં કરી શકતા નથી. આવા અનેક ગૌ-ભક્તો ગૌ-પાલન, તેમજ પૂજન કરવાનો લ્હાવો લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ગૌશાળામાં એક ગીરગાય માટે 31000 નું દાન આપીને ગીર-ગાયને દત્તક લઈ આ લ્હાવો લઈ શકે છે. હાલ ટ્રસ્ટ પાસે 230 જેટલા ગીર ગૌવંશ છે. મકર સંક્રાંતિ એ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી નીચે પ્રમાણે ની સેવાનો લાભ લેવા સર્વે ભાવિકો ને અનુરોધ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande