આદ્રી ખાતે 'સોમનાથ કપ' સીઝન-૪ સંપન્ન સૂત્રાપાડા–તાલાલા યુનિટી-XI વિજેતા
ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) આદ્રી મુકામે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ દ્વારા આયોજિત ''સોમનાથ કપ''માં ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા અને એસ.ડી. દવેની વિશેષ ઉપસ્થિતીમાં રોમાંચક ફાઈનલ મેચ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લ
આદ્રી ખાતે 'સોમનાથ કપ


ગીર સોમનાથ 25 ડિસેમ્બર (હિ.સ.) આદ્રી મુકામે સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ દ્વારા આયોજિત 'સોમનાથ કપ'માં ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા અને એસ.ડી. દવેની વિશેષ ઉપસ્થિતીમાં રોમાંચક ફાઈનલ મેચ યોજાઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાની તમામ ટીમો વચ્ચેની આ સ્પર્ધામાં ફાઈનલ મેચ રોમાંચક રીતે ટાઈ થઈ હતી. જે પછી સુપર ઓવરમાં ઉના XI ને હરાવીને સુત્રાપાડા–તાલાલા યુનિટી-XI ચેમ્પિયન બની હતી.

જેમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ અજીત ડોડિયા, બેસ્ટ બેસ્ટમેન વિનુભાઇ વાળા અને બેસ્ટ બોલર તરીકે મહેશ ગેડિયાને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચાના હસ્તે વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande