
જુનાગઢ 25 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં અત્યાર સૂઘીમા ઘઉંનુ 1,21,820 હેકટર એટલે કે 7,61,375 વિદ્યામાં વાવેતર થયુ છે. તેમજ બીજા નંબરે 73,216 હેકટર એટલે કે 4,57,600 વિઘામાં ચણાનુ વાવેતર થયુ છે. હજુ આગામી દિવસોમાં આ વાવેતરમાં પણ વધારો થશે. જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિપાકના વાવેતર તેજ ગતિએ ચાલીરહ્યું છે. ખેડૂતો હાલમાં મુખ્યત્વે ઘઉંના પાકનુંવાવેતર વધારે કરી રહ્યા છે. હવામાન અનુકૂળ રહેતા અને જમીનમાં પૂરતું ભેજ હોવાથી ખેડૂતો ઘઉને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારેઘઉં બાદ ચણા, ધાણાનુ વાવેતર થઈ રહ્યુ છે. ઘઉંનુ વાવેતર વધારે થવા પાછળનુ કારણ ખેડૂતોએ જણાવ્યુ કે, સારૂ ઉત્પાદન મળે અને ભાવસારો મળે તે છે. ઉપરાંત બીજી તરફ ઘઉં પછી બીજા નંબરે ચણાનુ વાવેતર થયુ છે. જેમાં જૂનાગટ જિલ્લામાં અત્યાર સુધીમાં ઘઉંનુ વાવેતર 1,21,820 હેકટર, ચણાનુ 73,216 હેકટરમાં વાવેતર પછી રહી અન્ય કઠોળ, શેરડી, અન્ય તેલીબીયાનુ વાવેતર થયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ