ચિંગરિયા અને ગોસા ગામે દરિયાઈ સુરક્ષા અને બેઠક યોજાઇ.
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક એ.કે. વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ અને હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર મરીન સેકટરના પોલીસ ઇ
ચિંગરિયા અને ગોસા ગામે દરિયાઈ સુરક્ષા અને બેઠક યોજાઇ.


પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક એ.કે. વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ અને હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર મરીન સેકટરના પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.વદર તેમજ મરીન કમાન્ડો દ્વારા ચીંગરીયા અને ગોરસર ગામ ખાતે ગ્રામજનોની ઉપસ્થિતીમાંદરિયાકાંઠેથી પકડાતી બિન વારસી વસ્તુઓ જેવી કે વિવિધ પ્રકારના ડ્રગ્સ ,ચરસ, ગાંઝો, અફીણ, નાપેકેટસ, એક્સ્પ્લોઝીવ (બોમ્બ) જેવી વસ્તુઓની હેરાફેરી અટાકવવા બાબતે માર્ગદર્શન અપાયું હતું તથા શંકાસ્પદ ઈસમોની હિલચાલ, શંકાસ્પદ બોટ તથા દરિયાઈ સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande