પોરબંદર જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન.
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) ભારના ચૂંટણી પંચ દ્વારા (SIR) જાહેર કરવામાં આવ્યો હતો. જે અન્વયે 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધી કરવામાં આવી હતી તેમજ ઉક્ત મુસદ્દા મતદારયાદીમાં જે મતદારોના નામ કમી થયેલા છે તેવા મતદારોની યાદી જિલ્લ
પોરબંદર જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન.


પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) ભારના ચૂંટણી પંચ દ્વારા (SIR) જાહેર કરવામાં આવ્યો હતો. જે અન્વયે 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધી કરવામાં આવી હતી તેમજ ઉક્ત મુસદ્દા મતદારયાદીમાં જે મતદારોના નામ કમી થયેલા છે તેવા મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યા છે. તેમજ 19 ડિસેમ્બર ના રોજ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં નોંધાયેલ મતદારો પૈકી જે મતદારો વર્ષ-2002ની મતદારયાદી સાથે લીંક થઇ શકેલ નથી તેવા મતદારોને નોટીસ તબક્કા દરમ્યાન નોટીસ આપવામાં આવશે. નોટીસ મળ્યે જરૂરી આધાર-પુરાવા રજુ કરનાર મતદારોના નામ જ 17 ફેબ્રુઆરી,2026 ના રોજ પ્રસિધ્ધ થનાર આખરી મતદારયાદીમાં ચાલુ રહેશે.

આ કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર 27 ડિસેમ્બર, 28 ડિસેમ્બર 2025 અને 03જાન્યુઆરી, 04 જાન્યુઆરી 2026 ના રોજ સમય: 10:00 થી 05:00 કલાક સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં દરમ્યાન BLO દ્વારા મતદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જે લોકોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી કમી થયેલ છે તેવા મતદારો તથા ભાવી મતદારો મતદારયાદીમાં પોતાનું નામ દાખલ કરવા ફોર્મ-6 તથા ઘોષણાપત્ર (Declaration) તેમજ જરૂરી આધાર-પુરાવાઓ જમા કરાવી શકશે.

વિશેષમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેની મુલાકાત લઇને પણ મતદારો જરૂરી માહિતી મેળવી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande