‘પોષણ ભી, પઢાઈ ભી’ના સુત્રને સાર્થક કરતી 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'.
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્યની શાળાઓમાં દરરોજ સવારે જ્યારે ઘંટ વાગે છે, ત્યારે બાળકોના ચહેરા પર માત્ર ભણવાનો જ નહીં, પણ એક ખાસ ઉત્સાહ જોવા મળે છે. આ ઉત્સાહનું કારણ છે ગુજરાત સરકારની ''મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના''. જ્યારથી
‘પોષણ ભી, પઢાઈ ભી’ના સુત્રને સાર્થક કરતી 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'.


‘પોષણ ભી, પઢાઈ ભી’ના સુત્રને સાર્થક કરતી 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'.


‘પોષણ ભી, પઢાઈ ભી’ના સુત્રને સાર્થક કરતી 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'.


પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્યની શાળાઓમાં દરરોજ સવારે જ્યારે ઘંટ વાગે છે, ત્યારે બાળકોના ચહેરા પર માત્ર ભણવાનો જ નહીં, પણ એક ખાસ ઉત્સાહ જોવા મળે છે. આ ઉત્સાહનું કારણ છે ગુજરાત સરકારની 'મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના'.

જ્યારથી મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં આવી છે, ત્યારથી રાજ્યની શાળાઓનું વાતાવરણ બદલાઈ ગયું છે. શાળામાં બાળકોને અલગ-અલગ ગરમાગરમ અને પોષ્ટિક નાસ્તો જેવી કે સુખડી, ચણાચાટ, મિક્ષ કઠોળ સહીત સ્થનિક અન્ન મિલેટ પીરસવામાં આવે છે. બાળકો એકસાથે બેસીને નાસ્તો કરે છે, જેનાથી તેમની વચ્ચે સમાનતા અને સમરસતાની ભાવના કેળવાય છે.

આવી જ એક શાળા એટલે પોરબંદર જિલ્લાના છાંયા વિસ્તારમાં આવેલી પીએમ નવાપરા પ્રાથમિક શાળા. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મૌલિક જોશી જણાવે છે કે, જ્યારથી આ અલ્પાહાર યોજના શરૂ થઈ છે, ત્યારથી બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. જે બાળકો કુપોષિત હતા, તેમના સ્વાસ્થ્યમાં સુધારો દેખાઈ રહ્યો છે. જ્યારે પેટ ભરેલું હોય અને પોષણ મળતું હોય, ત્યારે બાળકની એકાગ્રતા શક્તિ વધે અને અભ્યાસમાં પણ મન લાગે છે.

પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ જિલ્લાના કુલ 22,888 ભૂલકાઓના ચહેરા પર પૌષ્ટિક નાસ્તાના કારણે સ્મિત રેલાયું છે. આ યોજનાના માધ્યમથી માત્ર પેટ નથી ભરાતું, પણ બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande