GPYG મોડાસા દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત તુલસી પૂજન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન
મોડાસા, 25 ડિસેમ્બર (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (GPYG) દ્વારા ચાલતા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષ પ્રત્યે ભાવનાત્મક જોડાણ જગાવવાનો તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય રાખી સતત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.આ અભિયાનના ભાગ
GPYG મોડાસા દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત તુલસી પૂજન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન


મોડાસા, 25 ડિસેમ્બર (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર (GPYG) દ્વારા ચાલતા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષ પ્રત્યે ભાવનાત્મક જોડાણ જગાવવાનો તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય રાખી સતત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.આ અભિયાનના ભાગરૂપે શાળાઓમાં તુલસી પૂજન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન સ્વાતીબેન કંસારાએ બાળકોને તુલસીના વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે સરળ અને રસપ્રદ રીતે માહિતગાર કર્યા. તુલસી છોડ માનવ આરોગ્ય માટે કેટલો લાભદાયક છે તે બાબત તેમણે ઉદાહરણો સાથે સમજાવી.આ ઉપરાંત બાળકોને ફિલ્મ દ્વારા સંગીતમય વાતાવરણમાં તુલસીનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું, જેના કારણે બાળકોમાં ઉત્સાહ અને જિજ્ઞાસા બંને જોવા મળ્યા.કાર્યક્રમના આયોજનમાં અમિતા પ્રજાપતિ, હિમાની કંસારા તેમજ ગાયત્રી ચેતનાકેન્દ્રનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો. સમગ્ર કાર્યક્રમ બાળકો માટે જ્ઞાનવર્ધક તેમજ પ્રેરણાદાયી સાબિત થયો.GPYG દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સંસ્કાર અને સંવેદનશીલતા વિકસાવવાના આવા પ્રયાસો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande