પોરબંદર ખાતે ટાઈપ-1 જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસ (બાળકો અને તરુણોમાં થતો જુવેનાઇલ ડાયાબિટીસ)ના નિયંત્રણ અને રોકથામ માટે રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિ
પોરબંદર ખાતે ટાઈપ-1 જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.


પોરબંદર ખાતે ટાઈપ-1 જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.


પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસ (બાળકો અને તરુણોમાં થતો જુવેનાઇલ ડાયાબિટીસ)ના નિયંત્રણ અને રોકથામ માટે રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદર જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી તથા પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.અને રાજ્યના કક્ષાના કાર્યક્રમમાં વરસ્યુલી જોડાઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું માર્ગદર્શન મેળવ્યું હતું

કાર્યક્રમ દરમિયાન એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. લિઝા દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં રોગના લક્ષણો, સમયસર સારવાર, યોગ્ય જીવનશૈલી અપનાવવાથી દર્દી કેવી રીતે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ગૌરવ ભંભાણી દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જ્યારે સીડીએમઓ ડો. દિવ્યા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અને ડાયાબિટીસ ધરાવતા બાળકો કીટ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, સીડીએમઓ, સીડીએચઓ, આરએમઓ, એડીએચઓ, હોસ્પિટલના પીડીયાટ્રીશિયન વિભાગના તબીબી અધિકારીઓ, ફિઝિશિયન, તાલુકા હેલ્થ ઓફિસરો, જિલ્લા પંચાયતના RBSK વિભાગના અધિકારીઓ, NCD વિભાગનો સ્ટાફ, તેમજ જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande