પોરબંદરમાં 'સશક્ત નારી મેળા' દ્વારા મહિલાઓના સપનાઓને મળી નવી પાંખો.
પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર હંમેશા મહિલાઓના સર્વાંગી ઉત્થાન અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મક્કમ રહી છે, જેનો એક જીવંત નમૂનો પોરબંદર ખાતે યોજાયેલ ''સશક્ત નારી મેળો'' બન્યો છે. આ મેળો માત્ર પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા
પોરબંદરમાં 'સશક્ત નારી મેળા' દ્વારા મહિલાઓના સપનાઓને મળી નવી પાંખો.


પોરબંદર, 25 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર હંમેશા મહિલાઓના સર્વાંગી ઉત્થાન અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મક્કમ રહી છે, જેનો એક જીવંત નમૂનો પોરબંદર ખાતે યોજાયેલ 'સશક્ત નારી મેળો' બન્યો છે. આ મેળો માત્ર પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા, કુસુમબેન કક્કડ જેવી અનેક મહિલા ઉદ્યોગસાહસિકો માટે શૂન્યમાંથી સર્જન કરવાનું એક સક્ષમ માધ્યમ સાબિત થયો છે.

પોરબંદરના વતની કુસુમબેને પોતાની આગવી કોઠાસૂઝથી સેલોટેપના ખાલી રોલ અને ઘરના અન્ય વેસ્ટ મટિરિયલમાંથી સુંદર જ્વેલરી તથા આકર્ષક ગિફ્ટ કવર બનાવીને પરંપરાગત કલાને આધુનિક ઓપ આપ્યો છે. તેમની આ સફર માત્ર સર્જન પૂરતી જ નહીં, પણ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ સુધી વિસ્તરેલી છે, જેમાં તેમણે રસોડાના કચરામાંથી ખાતર બનાવવાની પદ્ધતિ પ્રદર્શિત કરીને અન્ય મહિલાઓને પણ પ્રકૃતિની જાળવણીની રાહ ચીંધ્યી છે.

આ સશક્ત નારી મેળાએ ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓને કોઈપણ ખર્ચ વગર પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે મોટું બજાર પૂરું પાડીને તેમના આત્મવિશ્વાસમાં અનેરો વધારો કર્યો છે. સરકારની આ પહેલથી મહિલાઓની મહેનતને યોગ્ય ઓળખ મળી છે અને તેઓ સાચા અર્થમાં 'વોકલ ફોર લોકલ'ના મંત્રને આત્મસાત કરી રહી છે.

કુસુમબેન જણાવે છે કે તેઓ વેસ્ટ માંથી બેસ્ટ એવી રીતે બનાવે છે કે બીજો ગ્રાહકને ખબર પણ ન પડે કે આ વસ્તુ કોઈ વેસ્ટ મટેરીયલમાંથી બનાવવામાં આવી છે. સશક્ત નારી મેળામા તેમના પ્રોડક્ટના પ્રદર્શન અને વેંચામ માટે પ્લેટફોર્મ પુરુ પાડવા કુસુમબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, પોરબંદરનો આ મેળો સાબિત કરે છે કે ગુજરાત સરકારના આવા પ્રોજેક્ટ્સ મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણના સીમાચિહ્નરૂપ બની 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande