અમરેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, બે આરોપી ઝડપાયા
અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરી (ચાઇનીઝ માંજા)ની ફીરકીનું વેચાણ કરનાર અકરમભાઈ સહિત અન્ય એક–બે આરોપીઓને અમરેલી સીટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી હ્યુમન સ
અમરેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, બે આરોપી ઝડપાયા


અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરી (ચાઇનીઝ માંજા)ની ફીરકીનું વેચાણ કરનાર અકરમભાઈ સહિત અન્ય એક–બે આરોપીઓને અમરેલી સીટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી હ્યુમન સોર્સ પરથી મળેલી ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે બહારપરા વિસ્તારમાં કેટલાક ઈસમો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે, જે માનવજીવન અને પક્ષીઓ માટે અત્યંત જોખમી છે. માહિતીના આધારે અમરેલી સીટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિક દોરીની ફીરકીઓ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે ચાઇનીઝ દોરીના ઉપયોગથી અનેક અકસ્માતો સર્જાય છે તેમજ પક્ષીઓ અને પશુઓને ગંભીર ઇજાઓ પહોંચે છે, તેથી રાજ્ય સરકાર દ્વારા તેના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી સીટી પોલીસ દ્વારા સતત આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નાગરિકોને પણ આવા પ્રતિબંધિત સામાન અંગે માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande