સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના દેથલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતપ
સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ


પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના દેથલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિદ્ધપુર હિન્દુ પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.

ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો મંચ પૂરું પાડવાનો છે. ગ્રામ્ય અને શહેર સ્તરે રમતગમત પ્રવૃત્તિઓના વિકાસ સાથે ખેલાડીઓને ભવિષ્યમાં આગળ વધવાની તક મળે તે માટે આ આયોજન કરાયું છે.

ઉદ્ઘાટન પ્રસંગે APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, મનીષભાઈ આચાર્ય, નિરંજનભાઈ ઠાકર, વિક્રમસિંહ ઠાકોર સહિત નગરપાલિકા સદસ્યો, આયોજક સમિતિના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande