સરીગામમાં ગૌહત્યા મામલે મુસ્લિમ સમાજનું કડક નિર્ણય
નવસારી, 27 ડિસેમ્બર (હિ.સ.)-સરીગામમાં ગર્ભવતી ગાયની હત્યાના ગંભીર બનાવ પછી મુસ્લિમ સમાજે કડક અને સ્પષ્ટ નિર્ણય લીધો છે. શુક્રવારે યોજાયેલી સરીગામ પંચાયત અને સમાજની બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ કોઈપણ મ
સરીગામમાં ગૌહત્યા મામલે મુસ્લિમ સમાજનું કડક નિર્ણય


નવસારી, 27 ડિસેમ્બર (હિ.સ.)-સરીગામમાં ગર્ભવતી ગાયની હત્યાના ગંભીર બનાવ પછી મુસ્લિમ સમાજે કડક અને સ્પષ્ટ નિર્ણય લીધો છે. શુક્રવારે યોજાયેલી સરીગામ પંચાયત અને સમાજની બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ગૌહત્યાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ કોઈપણ મુસ્લિમ વ્યક્તિને સમાજ તથા જમાતમાંથી સંપૂર્ણપણે બાકાત કરવામાં આવશે.

સમાજના નિર્ણય મુજબ, જો સરીગામ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ગૌહત્યામાં સંડોવાયેલ હોવાનું પુરાવા સાથે સાબિત થાય અને તે મુસ્લિમ સમાજનો સભ્ય હોય, તો તેને સામાજિક રીતે બહિષ્કૃત કરવામાં આવશે. એટલું જ નહીં, આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર પણ આપવામાં નહીં આવે.

સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌહત્યા જેવી ગેરકાયદેસર અને અમાનવીય પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે અને વિસ્તારમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા રહે છે. તેથી સમાજે પોતાની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને આવા કૃત્યો સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી સરીગામ વિસ્તારમાં શાંતિ, સદભાવ અને કાયદાનું પાલન મજબૂત રહેશે તેવી આશા સમાજના આગેવાનોએ વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande