
મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લા કમલમ ખાતે દશમાં શીખ ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેસિંહજીની શહાદતની યાદમાં વિશેષ પ્રદર્શની જનતા માટે ખુલ્લી મૂકાશે છે. આ પ્રદર્શનીમાં સાહિબજાદાઓના બલિદાન, શૌર્ય અને ધર્મપ્રતિની અડગ નિષ્ઠાને ચિત્રણો અને માહિતી પાટિયાઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.
આ અવસરે જિલ્લા હોદ્દેદારો, શહેર હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત લઈ પ્રદર્શનીનું અવલોકન કરવામાં આવ્યું હતું. પ્રદર્શની નિહાળતા સૌએ સાહિબજાદાઓના અદ્વિતીય બલિદાનને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની શહાદતથી પ્રેરણા લઈ સમાજમાં સત્ય, સાહસ અને નૈતિક મૂલ્યો જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી પ્રદર્શનીઓથી યુવા પેઢીમાં ઇતિહાસ પ્રત્યે જાગૃતિ વધે છે અને રાષ્ટ્રપ્રેમ, ધર્મનિષ્ઠા તથા બલિદાનની ભાવના મજબૂત બને છે. કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં સૌએ પ્રદર્શનીને નિહાળી અને સાહિબજાદાઓના અમર બલિદાનને નમન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR