અમરેલીમાં ફ્લેગશીપ ઇવેન્ટ યોજાઈ, રૂ. 908 કરોડના રોકાણથી વિકાસને વેગ
અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશીપ ઇવેન્ટ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, ઉદ્યોગકારો, રોકાણકારો તેમજ વ
અમરેલીમાં ફ્લેગશીપ ઇવેન્ટ યોજાયો, રૂ. ૯૦૮ કરોડના રોકાણથી વિકાસને વેગ


અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ફ્લેગશીપ ઇવેન્ટ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, ઉદ્યોગકારો, રોકાણકારો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એગ્રો આધારિત ઉદ્યોગોથી લઈને પાવર સેક્ટર સુધી કુલ રૂ. 908 કરોડથી વધુના રોકાણથી અમરેલી જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ વધુ વેગવંતો બનશે. આ રોકાણથી નવા ઉદ્યોગોની સ્થાપના, રોજગારીની તકોમાં વધારો અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે.

તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ઉદ્યોગમૈત્રી નીતિઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગકારોને પૂરતો સહયોગ આપી રહી છે. અમરેલી જિલ્લો ખેતી, પશુપાલન, ઊર્જા અને લઘુ ઉદ્યોગોની વિશાળ સંભાવનાઓ ધરાવે છે, જેને સાકાર કરવા માટે આવા ફ્લેગશીપ કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિકાસ યોજનાઓ, રોકાણ પ્રસ્તાવો અને ભવિષ્યની વિકાસ દિશા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે જિલ્લાને ઉદ્યોગ અને રોજગારીના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande