
ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.) : માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા અહેમદપુર માંડવીથી કોબ સુધીના રસ્તાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા આ રસ્તો ૩.૭૫ મીટરનો હતો. હવે આ સમગ્ર માર્ગની પહોળાઈ વધારી અને વાહનવ્યવહાર સુગમ બને એ માટે રસ્તાને ૭ મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે.
આ રસ્તાની કામગીરી થતા વાસોજ, ઓલવાણ, પાલડી, તડ, કોબ સહિતના ગામના લોકોને સારા રસ્તાનો લાભ મળશે અને દીવ અને સોમનાથ જવા માટેના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે. રસ્તો પહોળો થતાં ટ્રાફિકની સમસ્યાઓ પણ દૂર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ