અમરેલીમાં માનસ સનાતન રામકથા, મંત્રી કૌશિક વેકરીયાની હાજરી
અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે રામદળ ચેનલ દ્વારા આયોજિત ભવ્ય માનસ સનાતન રામકથાનો ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ ભક્તિભાવથી છલકાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને શ્રીરામકથાના દિવ્ય પ્રસંગોનું રસપાન
અમરેલીમાં માનસ સનાતન રામકથા: મંત્રી કોશિક વેકારીયાની હાજરી


અમરેલી, 27 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી ખાતે રામદળ ચેનલ દ્વારા આયોજિત ભવ્ય માનસ સનાતન રામકથાનો ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ ભક્તિભાવથી છલકાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને શ્રીરામકથાના દિવ્ય પ્રસંગોનું રસપાન કર્યું.

આ પ્રસંગે સંત મહંતઓના આશીર્વાદ લઈને શ્રદ્ધાળુઓએ કથાનું શ્રવણ કર્યું. રામકથાના પ્રવચનો દરમિયાન શ્રીરામના જીવન, આદર્શો, સનાતન સંસ્કૃતિ અને માનવ મૂલ્યો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.

કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કૌશિક વેકરીયાએ ખાસ હાજરી આપી હતી. તેમણે રામકથામાં સહભાગી બની સંત મહંતઓના આશીર્વાદ લીધા અને આયોજકોને આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સંસ્કાર, એકતા અને સદભાવના પ્રસરતી રહે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રામદળ ચેનલ દ્વારા આયોજિત આ રામકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સનાતન સંસ્કૃતિના પ્રસાર અને ભાવિ પેઢીમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરવાનું સશક્ત માધ્યમ બની હતી. કાર્યક્રમના અંતે ભક્તોએ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande