
- ગાદોઇ ટીનમસ આખા રોડનું 10.11 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે
જુનાગઢ, 27 ડિસેમ્બર (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ગાદોઇ ટીનમસ આખા રોડનું નિરીક્ષણ કર્યું હતુ.
ગાદોઈ ટીનમસ આખા રોડ ૮.૨૦ કિલોમીટર નવીનીકરણ અર્થે મંજૂર થયેલ છે. રૂપિયા ૧૦.૧૧ કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી થનાર છે. મંત્રી એ રોડના નવીનીકરણની કામગીરી ગુણવતાયુકત થાય તે અંગે તકેદારી રાખવા અધિકારીઓને જણાવ્યુ હતુ. તેમજ આ રસ્તા ઉપરથી ગેરકાયદેસર ચાલતા રેતી કપચીના ભારે વાહનોનું ચેકિંગ કરી આરટીઓ, ખાણ ખનીજ અને જિલ્લા હાઇવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને બંધ કરાવવા સૂચના આપી હતી. ઉપરાંત રોડને નુકસાન ન થાય અને ગ્રામજનોને તકલીફ ન પડે તેની માટે માર્ગદર્શન આપ્યુ હતુ.
મંત્રીની સ્થળ મુલાકાત દરમિયાન માર્ગ મકાન પંચાયત વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એન એન સોલંકી, નાયબ ઈજનેર ગૈાસ્વામી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ