પાટણમાં ટ્રાફિક સુચારુ કરવા દબાણ હટાવવા પાલિકાની કાર્યવાહી
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાએ શહેરના વ્યસ્ત મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજનકાંટા જપ્ત કરીને નિયમભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં
પાટણમાં ટ્રાફિક સુચારુ કરવા દબાણ હટાવવાની પાલિકાની કાર્યવાહી


પાટણમાં ટ્રાફિક સુચારુ કરવા દબાણ હટાવવાની પાલિકાની કાર્યવાહી


પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાએ શહેરના વ્યસ્ત મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી. રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજનકાંટા જપ્ત કરીને નિયમભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો.

લાંબા સમયથી આ વિસ્તારોમાં લારીઓના દબાણને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી. અગાઉ નગરપાલિકાએ લારી ચાલકોને નિર્ધારિત પાટાની અંદર લારીઓ રાખવા સૂચના આપી હતી, પરંતુ તેનો અમલ ન થતાં આકસ્મિક ચેકિંગ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી.

પાલિકા તંત્રએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પણ જો ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરવામાં આવશે તો વધુ કડક પગલાં લેવાશે અને માલસામાન જપ્ત કરવામાં આવશે. હાલ મેન બજારમાં રસ્તો મોકળો થતાં વાહનચાલકોને થોડી રાહત મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande