મહેસાણામાં ખનિજ વિભાગની કડક કાર્યવાહી, 1.5 કરોડની કિંમતના ડમ્પર ઝડપાયા
મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન કડી અને બહુચરાજી તાલુકામાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં બિનાધિક
મહેસાણામાં ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૧.૫ કરોડની કિંમતના ડમ્પર ઝડપાયા


મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન કડી અને બહુચરાજી તાલુકામાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં બિનાધિકૃત રીતે સાદી રેતી અને બ્લેકટ્રેપ ખનિજનું વહન કરતા કુલ પાંચ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.

ઝડપાયેલા ડમ્પરોમાં રહેલા ખનિજની અંદાજિત કિંમત રૂ. ૧.૫ કરોડ જેટલી હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર ખનન અને પરિવહન પર નિયંત્રણ લાવવા માટે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ, ગુજરાત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોના ભંગ બદલ સંબંધિત જવાબદારો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિભાગ દ્વારા કુલ રૂ. ૧૧.૫૨ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે, જેમાંથી રૂ. ૭.૧૬ લાખની રકમ વસૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલી દંડ રકમની વસૂલાત માટે કાયદેસર કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આવનાર સમયમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ ગેરકાયદેસર ખનન અંગે માહિતી મળે તો તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande