વીર બાલ દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું
મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મહેસાણા દ્વારા તથા શ્રી વર્ધમાન વિદ્યાલયના સહયોગથી વીર બાલ દિવસ નિમિત્તે વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિ આધારિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા
વીર બાલ દિવસ નિમિત્તે મહેસાણામાં પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું


મહેસાણા, 27 ડિસેમ્બર (હિ.સ.) : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મહેસાણા દ્વારા તથા શ્રી વર્ધમાન વિદ્યાલયના સહયોગથી વીર બાલ દિવસ નિમિત્તે વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિ આધારિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં વીર બાલકોના બલિદાન, સાહસ અને દેશપ્રેમની ભાવનાને યાદ કરી જણાવ્યું હતું કે આવા પ્રસંગો યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રતિ સમર્પણ અને સદાચારના સંસ્કાર વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો, શિસ્ત અને જવાબદારી સાથે જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી.

વ્યાખ્યાન દરમિયાન દેશભક્તિના ઉદાહરણો સાથે વીરતા અને સંસ્કૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું, જેને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની ભાવના જોવા મળી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા વીર બાલ દિવસની ભાવના મુજબ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, નૈતિકતા અને સામાજિક જવાબદારી અંગે નવી ચેતના જાગૃત થઈ હતી અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande