એસ. કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રતિસ્મૃતિ– એલ્યુમની મીટનું આયોજન
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ એમ.બી.એ. જે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત છે, આ વખતે પ્રતિસ્મૃતિ - ૧૦ મી વાર્ષિ
પ્રતિસ્મૃતિ– એલ્યુમની મીટ


પ્રતિસ્મૃતિ– એલ્યુમની મીટ


ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ એમ.બી.એ. જે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત છે, આ વખતે પ્રતિસ્મૃતિ - ૧૦ મી વાર્ષિક અલુમ્ની મીટ 2025 શનિવારે સાંજે એસ. કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ, એમ બી એ ના પ્રાંગણમાં યોજવામાં આવેલ.

એલ્યુમની મીટનું આયોજન વલ્લભભાઈ એમ પટેલ ચેરમેન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ એમ.બી.એ એ ગુજરાત ની નામાંકિત B- School છે અને તેની ૨૬ બેચના ૨૯૧૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઑની આ મીટ હતી.

આ વિશાળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમેલન કાર્યક્રમમાં જુદી જુદી બેચના ૪૧૧ થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેઓ દેશ અને વિદેશ ની ૩૦૦ થી વધુ કંપનીમાં પ્રતિનિધિત્વ કરી સંસ્થાનો વારસો પ્રસરાવે છે. અલુમ્ની સમુદાયમાં મજબૂત સંબંધો બનાવવાનો શ્રેષ્ઠ અવસર હતો . આ કાર્યક્રમમાં નેટવર્કિંગ, ઇન્ટરએક્ટિવ ચર્ચાઓ અને સંસ્થાના ભવિષ્ય વિશેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો.

આ સમગ્ર ઈવેન્ટ એ ડૉ ભાવિન પંડયા ડીન, ફેકલ્ટી ઓફ મેનેજમેંટના નેતૃત્વમાં થઈ હતી. આ ઈવેન્ટના કોર્ડીનેટર પ્રો. પર્ણીકા ઝા હતા. એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ એમ.બી.એ એ તેની અલુમ્ની નેટવર્ક પર ગૌરવ અનુભવે છે, જે સમાજમાં મોટા પાયે યોગદાન આપતું રહ્યું છે. આ વર્ષે થયેલ મીટ એ તમામ હાજરો માટે એક અનમોલ મોકો હતો .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande