ચંદ્રુમાણામાં મહિલાની પ્રમાણિકતાનો પ્રશંસનીય દાખલો
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે એક મહિલાએ ગુમ થયેલો મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચંદ્રુમાણાના પૂર્વ સહાયક માહિતી નિયામક ભરતકુમાર રાવલનો મોબાઈલ સોમવારે સવારે શ્રી હનુમાનજી દ
ચંદ્રુમાણામાં મહિલાની પ્રમાણિકતાનો પ્રશંસનીય દાખલો


પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે એક મહિલાએ ગુમ થયેલો મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચંદ્રુમાણાના પૂર્વ સહાયક માહિતી નિયામક ભરતકુમાર રાવલનો મોબાઈલ સોમવારે સવારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે દેવદર્શન દરમિયાન ખોવાઈ ગયો હતો.

મોબાઈલ ગુમ થયાની જાણ થતાં જીતુ વ્યાસ અને ઈચુભાઈ ગોસ્વામી સહિતના ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ફોન મળ્યો ન હતો. દરમિયાનમાં, બસ સ્ટેશન પાસે રહેતા રામીબેન વિઠ્ઠલભાઈ પટેલને મોબાઈલ મળી આવ્યો, જેને તેમણે સુરક્ષિત રીતે પોતાના ઘરે રાખ્યો હતો.

જ્યારે રામીબેનને મોબાઈલ ગુમ થયાની માહિતી મળી, ત્યારે તેમણે તરત જ ભરતકુમાર રાવલનો સંપર્ક કરીને ફોન પરત કર્યો. તેમની આ પ્રમાણિકતાને ઉપસ્થિત અગ્રણીઓએ બિરદાવી હતી, જ્યારે ભરતકુમાર રાવલે રામીબેનનો આભાર વ્યક્ત કરી તેમના કાર્યને વંદન કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande