
અમદાવાદ,29 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી સૌથી ઓછું લઘુતમ તાપમાન ધરવતું હોય છે.રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાય રહી છે.ગુજરાતભરમાં 2025ના અંતિમ દિવસો વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાઈ છે.ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો કડકડતી ઠંડીમાં 31stની ઉજવણી માટે બહાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતાં સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા, કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક વધારો ઘટાડો નોંધાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ