


અંબાજી 29 ડિસેમ્બર(હિ.સ) દાખલા
મેળવવા માટે અનેક વાર રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતાઆજેઆદિવાસી સમાજના 200
થી વધુલોકો દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી
ની આગેવાનીમાં રેલી સ્વરૂપે ગાંધીનગર કૂચ કરીબનાસકાંઠા જિલ્લામાં અનુ સૂચિત જન જાતિ (આદિવાસી સમાજ) ના યુવાનોને
જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજેજિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના
લોકો ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે પાલનપુર થી ગાંધીનગર કુચ
કરી હતી...
છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના વિદ્યાર્થી અને નોકરી મેળવેલા
લોકોને જાતિના દાખલા ના મળતા હેરાનગતિ થતી હતી અને તેના મામલે રજૂઆતો બાદ પણ કોઈ
નિરાકરણ ના આવતા આજે આદિવાસી સમાજના લોકો ગાંધીનગર જવા નીકળ્યા હતા અને રજૂઆત બાદ
પણ નિરાકરણ નઈ આવે તો ગાંધીનગર ખાતે ધારણા યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..બનાસકાંઠા
જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના આગેવાનો યુવાનો
વડીલો અને બહેનો એ આજે ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાની માંજિલ્લા મથક પાલનપુરમાં એકઠા થયા
હતા..આદિવાસી સમાજ ના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950
પહેલાનો રહેઠાણ પુરાવો માંગતા
આદિવસી સમજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે દાખલા મેળવવા માટે અનેક વાર
રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતાઆજેઆદિવાસી સમાજના 200
થી વધુલોકો દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી
ની આગેવાનીમાં રેલી સ્વરૂપે ગાંધીનગર કૂચ કરી હતી.
આ મામલાને લઈને દાતા ધારાસભ્ય
કાંતિ ખરાડીએ કહ્યું હતું કે બનાસકાંઠા વહીવટી તંત્રને તેમજ ગાંધીનગર સુધી અનેક
રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ અમારા સમાજના વિદ્યાર્થીઓને અને નોકરી મેળવેલ લોકોને
દાખલાઓ આપવામાં આવતા નથી જેના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવામાં તકલીફ પડે
છે એડમિશન મેળવવામાં તકલીફ પડે છે તેમ જ નોકરી મેળવવામાં પણ દાખલાઓ માગવામાં આવે છે
જેના કારણે યુવાનોને નોકરી મળતી નથી ત્યારે અમારી માંગ પૂરી ન થતા આજે તમામ
વિદ્યાર્થીઓ અને લોકો સાથે ગાંધીનગર જઈને રજૂઆત કરીશું.. આદિવાસી સમાજને દાખલાઓ
માટે રોડ ઉપર ઉતરવું પડ્યું છે તે સરકાર માટે શરમજનક છે અમે ગાંધીનગર પહોંચીએ તે
પહેલા સરકારે આ દાખલાઓ માટેનું નિરાકરણ લાવવું જોઈએ તેવી અમારી માંગ છે.
પાલનપુર થી ગાંધીનગર તરફ
આદિવાસી લોકોએ પોતાની માગણી સાથે રેલી સ્વરૂપે કૂચ કરી હતી ત્યારે સ્થાનિક આદિવાસી
સમાજના આગેવાનોએ પોતાની માગણીને લઈને કહ્યું હતું કે અમારા સમાજના યુવાનો સરકારી
નોકરી મેળવે તો તેમને જાતિના દાખલા ને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી..
વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડે છે એડમિશન માટે મુશ્કેલી વેઠવી પડે છે
સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ અટવાય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી અમારી આ દાખલાઓ
માટેની માગણી છે જે સરકાર દ્વારા પૂરી કરવામાં આવતી નથી એટલે અમારી માંગણી ને લઇઆજે અમારે રોડ ઉપર ઉતરવું
પડ્યું છે અને અમે ગાંધીનગર જઈને સરકારને રજૂઆત કરીશું અને જો રજૂઆત સાંભળવામાં
નહીં આવે તો અમે ધારણા પણ યોજીશું તેમ દાંતા ના ધારાસભ્ય કાન્તિ ભાઈ ખરાડી એ
જણાવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ