સિદ્ધપુરમા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામા
સિદ્ધપુરમા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો


પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

ધ્વજવંદન બાદ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોએ ધ્વજને સલામી આપી પક્ષની વિચારધારાને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. આ દરમિયાન દેશની આઝાદી અને લોકશાહીના મૂલ્યો જાળવવામાં કોંગ્રેસ પક્ષના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સિદ્ધપુર તાલુકા પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથ આઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અભુજી ઠાકોર અને નગરપાલિકા સદસ્ય જયાબેન શાહ સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં શહેર-તાલુકાના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પક્ષની મજબૂતી અને આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande