



અંબાજી 29 ડિસેમ્બર(હિ.સ) તાજેતરમાં
દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવાર ને લઈ હાઇકોર્ટ દ્વારા રાજવી પરિવાર જે શક્તિપીઠ
અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન આઠમના રોજ પૂજા કરવાનો જે હક્ક મળેલો હતો તેને
લઈ વર્ષો થી પૂજા થતી આવી હતી તેને નામદાર હાઇકોર્ટ દ્વારા રાજવી પરિવાર ના આઠમ ના
દિવસે વિશેષ પૂજા કરવાના હક્કો છીનવી લેવાતા રાજવી પરિવાર જ નહીં પરંતુ સમગ્ર
તાલુકા માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જ્યાં રાજવી પરિવારે આગળ સુધી લડી લેવા
જણાવ્યું હતું ત્યારે દાંતામાં તમામ ગ્રામજનો ને વેપારીઓ આ રાજવી પરિવાર ની પડખે
આવ્યું છે અને આજે વહેલી સવાર થીજ
પૂજા ને લઈ હાઇકોર્ટ ના નિર્ણય પરત
ખેચવા કે પછી પુનઃ વિચારણા કરવા માટે માંગ કરાઈ રહી છે અને મંદિરમાં પૂજા વિધિ ના
હક્કો પુનઃ રાજવી પરિવાર ને મળે તે માટે વેપારીઓ અને ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી
દાંતા ના મુખ્ય બજાર થી દાંતા મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી અને પ્રાંત
અધિકારી ને આવેદનપત્ર આપી પૂજા ના હક્કો પુનઃ સ્થાપિત કરવા માંગ કરી છે.
જોકે આ
મામલે રાજવી પરિજનો જણાવી રહ્યા છે કે અખંડ ભારત માટે અમે અમારા રજવાડા સરકાર ને
સુપરત કરી દીધા હતા તેના બદલા માં અમે કાઈજ મેળવ્યું નથી અને એક માત્ર જે સનાતન
ધર્મ ને ઉજાગર રાખતી સાર્વજનિક હેતુસર કરાતી પૂજાના હક્કો પણ છીનવી લેવાતા હોય
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા વચનો અહીં ખંડિત થઈ રહ્યા છે ત્યારે સરદાર
વલ્લભભાઈ પટેલ ના વચનોની અમલવારી ચાલુ રહે ને જે પૂજા અમે કરીએ છીયે તે કોઈ પણ
માઈભક્ત ને વિક્ષેપ કરતી નથી તેવી પૂજા કરવાના હક્કો અંબે પુનઃ પ્રાપ્ત થવા જોઈએરાજવી પરિવાર નું કહેવું છે કે
જ્યારે રજવાડા હતા ત્યારે અને આજે જ્યારે અમારા રજવાડા નથી ત્યારે અમે પણ હંમેશા
પ્રજાની સુખાકારીના પડખેજ રહ્યા છીયે ક્યારે પણ પ્રજા કે સરકાર ની કામગીરીમા દખલ
કરી નથી તો અમારી આ નિસ્વાર્થ લોક ઉપયોગી અને પ્રજાની સુખાકારી માટે થતી પૂજામાં
વિક્ષેપ કેમ ?
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ