
અમદાવાદ, 29 ડિસેમ્બર (હિ.સ.) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ના સંયુક્ત ઉપક્રમે તારીખ 06 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 11 કલાકે વટવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, વટવા જીઆઇડીસી, વટવા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે.
આ ભરતી મેળામાં સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સહિતના સેક્ટરની કંપનીઓ ઉપસ્થિત રહીને એકાઉન્ટન્ટ, એટેન્ડડ, પરચેસ એન્જીનીયર, ગ્રાફિક ડીઝાઈનર, આઈટી એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, ટેક્ષ ટાઈલ એન્જી.સુપરવાઈઝર, સેલ્સ & માર્કેટિંગ, મીકેનીકલ એંજ.સ્ટોર એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન, એન્જીનીયર, સીએનસી વીએમસી ઓપરેટર, પ્રોડક્શન સુપરવાઈઝર ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશ્યન ફીટર, વેલ્ડર, સર્વિસ એન્જીનીયર વગેરે જેવી જગ્યાઓ માટે ૨૦ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે. ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ, ડીપ્લોમાં, બીઈ ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ, હાર્ડવેર & નેટવર્કિંગ, બી.ટેક ઇન ટેક્ષટાઈલ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ