
અમદાવાદ,29 ડિસેમ્બર (હિ.સ.) લુઈ બ્રેઈલની 26મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાની બ્રેઈલ વાંચન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અમદાવાદ જિલ્લાના સાણંદમાં યોજાઈહતી જેમાં 16 જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ભાગ લીધો.
રાજ્યકક્ષાની બ્રેઈલ સ્પર્ધામાં ગુજરાતના 16 જિલ્લાઓમાંથી આશરે 100 પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાણંદ-બાવળા તાલુકા શાખા, ગુજરાત રાજ્ય શાખા, રોટરી ક્લબ (અમદાવાદ, વાસણા અને સાણંદ) તથા શ્રી શંકરતીર્થ આશ્રમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. લુઈ બ્રેઈલે પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં શિક્ષણ અને આત્મનિર્ભરતાનો ઉજાસ પાથર્યો છે.
રાજ્યકક્ષાની બ્રેઈલ સ્પર્ધામાંકુલ 117 એન્ટ્રીઓ સાથે આ સ્પર્ધા ચાર વિવિધ વિભાગો (અ, બ, ક, ડ) માં યોજાઈ હતી. જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ ચાર ભાષાઓમાં બ્રેઈલ વાંચન સ્પર્ધા, સ્વ-રચિત કાવ્ય પઠન અને વક્તૃત્વ સ્પર્ધાનો સમાવેશ થતો હતો.આયોજકોએ જણાવ્યું હતું કે, બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વરદાન સમાન છે. આ કૌશલ્યને કારણે બાળકોને 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ તેમજ અન્ય જાહેર પરીક્ષાઓમાં રાઈટરની મદદ વિના જાતે પરીક્ષા આપવામાં સરળતા રહે છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે.આ કાર્યક્રમે દર્શાવ્યું કે જો દિવ્યાંગ બાળકોને યોગ્ય તક આપવામાં આવે તો તેઓ પણ પોતાની પ્રતિભાથી સમાજમાં નવું ઉદાહરણ પૂરું પાડી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ