
ભુજ,29 ડિસેમ્બર (હિ.સ.) સ્વસ્થ ભારત, રોગમુક્ત ભારતના ઉદેશ્યને ધ્યાનમાં લઈને દ્વિતીય વખત વિરલ નેચર ક્યોર એન્ડ યોગ સેન્ટર - આદિપુરમાં 28 ડિસેમ્બર, રવિવારના રોજ દ્વિતીય ઓપન કચ્છ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા ભવનના રિટાયર્ડ દીપેન જોડ (ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનર SSNNL), શિણાય ગામના પૂર્વ સરપંચ દીપક વાઘમશી, રઇસ યોગ ક્લાસના ઓનર કિરણ તારાનીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય જજ તરીકે વંદના સારોગી, આયુષી માલસતર અને ધૈર્ય દવેની ઉપસ્થિત રહી હતી. 5 થી 75 વર્ષ સુધીના 40 થી વધુ પ્રતિભાગીઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. પ્રથમ નંબર વિજેતા નૈતિક ભાઈ ને રોકડ પુરસ્કાર તથા વિજેતાઓને ટ્રોફી અને અભિવાદન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. વિરલ યોગ સેન્ટરના યોગાચાર્ય વિરલ આહિર દ્વારા સ્પર્ધામાં આવેલા તમામ લોકો ને આપણા રોજિંદા જીવનમાં યોગ, નેચરોપેથી અને આયુર્વેદનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું અને લોકો કેવી રીતે કુદરત દ્વારા પોતાની ચિકિત્સા કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આગામી સમયમાં ઓપન કરછ ડિસ્ટ્રીક લેવલની યોગાસન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ