
અમદાવાદ, 29 ડિસેમ્બર (હિ.સ.) નવા વર્ષની ઉજવણી માટે ડિસેમ્બરની ગુલાબી ઠંડી પર્યટકો માટે અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનું ઊંચું પ્રવાસન શહેર હાલમાં શીત લહેરની ઝપેટમાં છે. અહીં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, જેના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
નવા વર્ષની ઉજવણી માટે માઉન્ટ આબુની સાથે પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. હાલમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 182 મીટરની પ્રતિમાને નિહાળવા માટે દેશ-વિદેશના સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એમાં પણ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.હાલ પ્રતિદિન 50 થી 70 હજાર સહેલાણીઓ એકતાનગરની મુલાકાત લઈ રહ્યા છે.
માઉન્ટ આબુ હાલમાં શીત લહેરની ઝપેટમાં છે. અહીં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, જેના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.ગઈકાલે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ શહેરનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે પડકારજનક સ્થિતિ ઊભી કરી રહ્યું છે.શિયાળાના આ કઠોર વાતાવરણનો સામનો કરવા માટે લોકો ગરમ કપડાંનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને પ્રવાસીઓ ખુલ્લી જગ્યાઓ પર તાપણીનો સહારો લઈ રહ્યા છે, જેથી ઠંડીથી રાહત મેળવી શકાય.
રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ તેની સુંદરતા અને ઠંડા વાતાવરણ માટે જાણીતું છે. નીચા તાપમાનને કારણે અહીંનું વાતાવરણ વધુ આહલાદક બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ