માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરાયુ
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રણ દીકરીઓનો જન્મ થતાં દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી. માધવપુર આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામોમાંથી ડિલિવરી માટે આવતી બહેનોમાં આજે જન્મેલ કુલ 3 દી
માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરાઈ.


માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરાઈ.


પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રણ દીકરીઓનો જન્મ થતાં દીકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી.

માધવપુર આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામોમાંથી ડિલિવરી માટે આવતી બહેનોમાં આજે જન્મેલ કુલ 3 દીકરીઓને “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવી હતી અને

તબીબી સ્ટાફ દ્વારા નવજાત દીકરીઓના માતા-પિતાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા દીકરીના જન્મને સમાજ માટે ગૌરવની બાબત ગણાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘બેટી બચાવો બેટી પઢાવો’ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓના પરિણામે આજે સમાજમાં દીકરીના જન્મ પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande