સિદ્ધપુરમાં આદિવાસી સમાજની ગાંધીનગર પદયાત્રા પોલીસ દ્વારા અટકાઇ
પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજે જાતિના દાખલાના પ્રશ્નો અને અન્ય માંગણીઓ માટે સિદ્ધપુરથી ગાંધીનગર સુધી 131 કિમીની પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા માટે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને કોંગ્રેસના નેતાઓની આગેવાનીમ
સિદ્ધપુરમાં આદિવાસી સમાજની ગાંધીનગર પદયાત્રા પોલીસ દ્વારા અટકાઇ


સિદ્ધપુરમાં આદિવાસી સમાજની ગાંધીનગર પદયાત્રા પોલીસ દ્વારા અટકાઇ


પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજે જાતિના દાખલાના પ્રશ્નો અને અન્ય માંગણીઓ માટે સિદ્ધપુરથી ગાંધીનગર સુધી 131 કિમીની પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા માટે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો એકત્રિત થયા.

પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે આ યાત્રાને રોકી દીધું કારણ કે આયોજકો પાસેથી કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. પોલીસનું કહેવું હતું કે કાયદા અને વ્યવસ્થા જાળવવા માટે મંજૂરી વગરની યાત્રાને આગળ વધવા દેવામાં નહીં આવે.

આદિવાસી આગેવાનો પોતાની માંગણીઓ પર મક્કમ રહ્યા છે અને પોલીસ સાથે મંત્રણા અને અટકાયતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande