




કસ્ટોડિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં યોજાય તેમણે વહીવટનો ચિતાર રજૂ કર્યો
એક એકરમાં વધુ ઉત્પાદન મેળવેલ ખેડૂત સભાસદોને ઈનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું
કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ઉપસ્થિત ન થતા સમગ્ર સાધારણ સભા શાંતિપુર્ણ રીતે થઈ સંપન્ન
ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.)
શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની સને 2024- 25 ના વર્ષની વાર્ષિક સાધારણ સભા કસ્ટોડિયન કમિટી ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં યોજાય હતી. કસ્ટોડિયન કમિટીના અહેવાલવાળા વર્ષના વહીવટનો સભાસદો સમક્ષ ચિતાર રજુ કર્યો હતો.
સાધારણ સભાના એજન્ડાના તમામ કામો સભાસદોએ સર્વાનુમતે મંજુર કર્યા હતા.જેમાં સંસ્થાના પેટા નિયમ-4મુજબ કામકાજ માટે જરુરી કરજ ઉભુ કરવા કસ્ટોડીયન કમિટિને કામકાજનો અધિકાર આપવા .વૈધાનિક ઓડીટરએ કરેલ સને 2024- 25ના વર્ષની વૈધાનિક ઓડીટ દુરસ્તી વાંચનમાં લેવામાં આવી હતી. સને 2025- 26ના વર્ષ માટે આંતરિક અન્વેષકની કરેલ નિમણુંકને બહાલ રાખવા જેવા એજન્ડા લેવામાં આવ્યા હતા. વર્ષ 2024- 25માં એક એકરમાં વધુ ઉત્પાદન મેળવેલ ખેડૂત સભાસદોને હાજર મહાનુભવોના હસ્તે ઈનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. એક પણ પ્રશ્ન કસ્ટોડિયન કમિટીના વહીવટ સામે ઉપસ્થિત ન થતા સમગ્ર સાધારણ સભાની કાર્યવાહી શાંતિપુર્ણ વાતાવરણમાં પુર્ણ થઈ હતી.
સભામાં કમિટી સભ્ય હરેન્દ્રસિંહ ખેર, જયદીપસિંહ પરમાર, નિલેશકુમાર પટેલ, કિરણ પટેલ, જીતેન્દ્રસિંહ જાદવ, માજી ડિરેકટર હેતલ પટેલ, ઈશ્વરસિંહ ખેર, સુરેન્દ્રસિંહ પરમાર, જમિયત પટેલ, વાલીયા એ.પી.એમ.સી. ચેરમેન યોગેન્દ્રસિંહ મહીડા તેમજ ડિરેક્ટરો અને ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો, ઇ.મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા સહિત સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ