
સોમનાથ,30 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વર્ષ: 2025-26 માટે આઇ - ખેડૂત પોર્ટલ ખૂલ્લું મુકવામાં આવ્યું છે.
જે ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરેલી છે, તેમણે અરજીની નકલ સાથે મંજૂરીપત્રમાં દર્શાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઇન અપલોડ કરી નાયબ બાગાયત નિયામકની કચેરી, વેરાવળ ખાતે 31 જાન્યુઆરી સુધીમાં બીનચૂક જમા કરાવવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ