
સોમનાથ, 30 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ગામડાઓના રસ્તાના નવીનિકરણની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ઉના તાલુકાના સીમર ગામથી સીમર બંદર અને દીવની બોર્ડરને જોડતા રસ્તામાં ગેબીયન વોલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ગેબિયન વૉલ પાણીના પ્રવાહને ધીમો કરવા અને પૂરને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ વૉલને નદીઓ અને ખાડીઓમાં મૂકી શકાય છે. જો ગેબિયન વૉલ ન હોય તો પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ઉપરનો સ્તર ધોવાઈ જાય છે અને રસ્તાનું ધોવાણ થાય છે.
આ કામગીરી પૂર્ણ થતા બહારથી ફરવા આવતા પ્રવાસીઓ માટે અને સ્થાનિક નાગરિકો માટે પાણીના પ્રવાહ વગર વાહનવ્યવહારની સરળતા અને સુવિધામાં વધારો થશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ