
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)સી સ્વિમિંગ સાથે સાથે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા એક વધુ અનોખી અને પ્રતિષ્ઠિત રમત “પોરબંદર ટ્રાયથોલોન - 2026 ”નું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં બહુ ઓછી જગ્યાએ યોજાતી આ સ્પર્ધા પોરબંદરમાં તારીખ 3 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 7:00થી સાંજે 4:00 કલાક સુધી યોજાશે.આ ટ્રાયથોલોનમાં સ્પ્રિન્ટ ટ્રાયથોલોન, સ્ટાન્ડર્ડ ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથોલોન તથા ટ્રાયથોલોન-113 જેવી કેટેગરીઓ રહેશે, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનીંગ નો સમાવેશ થાય છે. દરિયાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો અને ચોપાટી સુધી ફેલાયેલો આ રૂટ ખેલાડીઓ માટે પડકારજનક અને દર્શકો માટે રોમાંચક રહેશે ટ્રાયથલોન 113 પહેલીવાર યોજવામાં આવી રહી છે. આ ઇવેન્ટ પુરી કરવા માટે 8-30 કલાકનો કટઓફ ટાઈમ રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધા પૂર્ણ કરનારને વજ PURUSH નું બિરુદ દેવામાં આવશે.
આ ટ્રાયથોલોનમાં રેસ ડાયરેકટર તરીકે વડોદરાના પ્રખ્યાત રાઘવેન્દ્રસિંહ ઝાલા તેમની સેવા આપશે અને ટ્રાયથોલોન તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. 54 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાઘવેન્દ્રસિંહ ઝાલા એક સીઝન્ડ એયુરન્સ એથલીટ તરીકે યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમણે વિશ્વની કઠિન ગણાતી અલ્ટ્રામેન ઓસ્ટ્રેલિયા, અને અલ્ટ્રામેન બ્રાઝિલ, જેવી સ્પર્ધાઓ પૂર્ણ કરી છે. આ ઉપરાંત, તેમણે ફુલ આયર્નમેન ટેક્સાસ, અને અનેક આયર્નમેન 70.3, પણ જીતી છે. તેમની અન્ય મહત્વની સિદ્ધિઓમાં 10 કિ.મી.ના અનેક લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ, સાયકલિંગમાં 8 વખત સુપર રેન્ડોનર (SR) નો ખિતાબ અને અસંખ્ય નેશનલ તથા ઈન્ટરનેશનલ મેરેથોન સામેલ છે. મર્યાદાઓને પડકારીને તેમણે ફિટનેસ ક્ષેત્રે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે અને આ વખતે તેઓ 4 જાન્યુઆરી ના પોરબંદરનાં સમુદ્રમાં 15 કી.મી. સ્વિમિંગની સ્પર્ધામાં પણ ભાગ લઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya