અમદાવાદમાં એએમટીએસની નવી ઈલેક્ટ્રીક એસી 15 બસ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી રોડ પર દોડશે
અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની નવી ઈલેક્ટ્રીક એસી 15 બસ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવી એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ
અમદાવાદમાં એએમટીએસની નવી ઈલેક્ટ્રીક એસી 15 બસ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી રોડ પર દોડશે


અમદાવાદ,30 ડિસેમ્બર (હિ.સ.) અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની નવી ઈલેક્ટ્રીક એસી 15 બસ જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવી એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગ જેવી ઘટનાને નિવારવા માટે સિસ્ટમ લગાવવામાં આવી છે.

જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા આગ લાગશે તો તરત જ બેટરી પાસે લગાવવામાં આવેલા ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને આગ બુઝાઈ જશે.ઇલેક્ટ્રિક બસ ડિજિટલ હોવાના કારણે કોઈપણ બસને હેક કરી શકે નહી તેના માટે સિસ્ટમ લાગેલી છે. નવા લુક અને ફીચર સાથેની ટેકનોલોજી યુક્ત નવી એએમટીએસ ઈલેક્ટ્રીક એસી બસ આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડશે.

એએમટીએસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું, ઇલેક્ટ્રિક બસ હોવાથી શોટ સર્કિટ થાય તો આગ પર આપોઆપ કાબુ મેળવાશે. બેટરી સેક્શનમાં નિયત માપથી વધુ તાપમાન વધતા શોટ સર્કિટ થાય તો ઓટો ફાયર સિસ્ટમ કાર્યરત થશે. ડિજિટલ ફોર્મેટ હોવાથી બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય એવી ડિજિટલ સુરક્ષા રખાઈ છે. તમામ બસનું દર વર્ષે એકવાર ડિજિટલ ઓડિટ કરવામાં આવશે. બસનું રિયલ ટાઈમ ટ્રેકિંગ, cctv , sos સ્વીચ સહિતના સિક્યોરિટી ફીચર લગાવવામાં આવ્યા છે.

તમામ ડોર બંધ થયાની ખાતરી ન થાય ત્યાં સુધી બસ આગળ વધી શકશે નહી. 20 કીમીથી ઓછી સ્પીડ હશે ત્યારે બસ માંથી ખાસ સાઉન્ડ આવશે, જેથી માર્ગ પર રાહદારીને વાહન આવતું હોવાની જાણ થશે.

એરો ઇગલ કંપની સાથે પ્રતિકિલોમીટર બસ દોડાવવાના કરાર મુજબ બસ લેવામાં આવી છે. AMTS દ્વારા બસ ખરીદી માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. પ્રતિ કિલોમીટર લેખે કંપનીને પૈસા ચૂકવવામાં આવશે.

નવી ઈલેક્ટ્રીક એસી બસમાં અદ્યતન ફીચર્સ લગાવવામાં આવેલા છે. ઈલેક્ટ્રીક બસમાં અવાજ આવતો નથી ત્યારે ગમે ત્યારે બસના અકસ્માત થઈ શકે છે. જો બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલશે તો તરત જ તેમાંથી અવાજ આવશે. જેથી રોડ ઉપર બસની આગળ જનારા વ્યક્તિ અથવા વાહનને તરત જ ખબર પડશે કે પાછળ ઈલેક્ટ્રીક બસ આવી રહી છે. જેથી અકસ્માતને નિવારી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande