મહેસુલી કર્મીઓની ક્રિકેટ સ્પર્ધામાં, કરજણ-શિનોરની માં નર્મદા ઇલેવન વિજેતા
- કલેક્ટર કચેરીની ત્રણ ટીમો તથા વિવિધ પ્રાંત કચેરીઓની પાંચ ટીમો મળી કુલ આઠ ટીમોએ ભાગ લીધો વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિ
મહેસુલી કર્મીઓની ક્રિકેટ સ્પર્ધામાં કરજણ-શિનોરની માં નર્મદા ઇલેવન વિજેતા


- કલેક્ટર કચેરીની ત્રણ ટીમો તથા વિવિધ પ્રાંત કચેરીઓની પાંચ ટીમો મળી કુલ આઠ ટીમોએ ભાગ લીધો

વડોદરા,30 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના રેવન્યુ વિભાગના કર્મચારીઓમાં રમતગમતની ભાવના વિકસે, પરસ્પર સમન્વય અને ટીમવર્કને પ્રોત્સાહન મળે તે હેતુસર આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં કલેક્ટર કચેરીની ત્રણ ટીમો તથા વિવિધ પ્રાંત કચેરીઓની પાંચ ટીમો મળી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો અને કુલ 15 મેચોની ઉત્સાહજનક સ્પર્ધા યોજાઈ હતી.

લીગ તથા નોકઆઉટ રાઉન્ડ બાદ ફાઇનલ મેચમાં કરજણ પ્રાંતની કરજણ–શિનોરની ‘માં નર્મદા ઇલેવન’ અને વડોદરા શહેર પ્રાંતની ‘વડોદરા સીટી વોરિયર્સ’ ટીમો આમને-સામને ટકરાઈ હતી. કઠિન અને રોમાંચક મુકાબલામાં કરજણ–સિનોરની માં નર્મદા ઇલેવન ટીમે ઉત્તમ પ્રદર્શન કરી વિજય પ્રાપ્ત કર્યો હતો.

વિજેતા ટીમના કપ્તાન તરીકે રવીન્દ્રસિંહ રાઉલજીએ ટીમનું સફળ નેતૃત્વ કર્યું હતું, જ્યારે રનર્સ-અપ ટીમ વડોદરા સીટી વોરિયર્સના કપ્તાન અનિરુદ્ધસિંહ ચાવડાએ પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું.

ફાઇનલ મેચ બાદ આયોજિત સમાપન સમારંભમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિકારીઓ તથા કર્મચારીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.

ફાઇનલ મેચમાં ઉત્કૃષ્ટ રમત માટે પ્રદીપ પટેલને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સર્વોત્તમ પ્રદર્શન બદલ ધવલ ચૌધરીને ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’ તેમજ ‘બેસ્ટ બેટ્સમેન’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે પ્રદ્યુમનસિંહ વનારને ‘બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ટૂર્નામેન્ટનું આયોજન રવીન્દ્રસિંહ રાઉલજી, અર્જુનસિંહ ચૌહાણ, સહદેવસિંહ રાઠોડ, જે.કે. પરમાર તથા પ્રતીક પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, રમતગમતની ભાવના અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande