ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં પરિવહન અને વિકાસને વેગ આપતા 10 ઠરાવો સર્વાનુમતે મંજૂર
ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વહીવટ, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ ૧૦ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામો
ગાંધીનગર મનપાની સામાન્ય સભા


ગાંધીનગર મનપા


ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષસ્થાને પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરના વહીવટ, કર્મચારી કલ્યાણ અને નગર નિયોજનને લગતા કુલ ૧૦ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને હાજર કાઉન્સિલરશ્રીઓ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.

સભામાં લેવાયેલા નીતિવિષયક નિર્ણયોમાં, શહેરની બસ સેવા અને પરિવહનના અસરકારક સંચાલન માટે જાહેર કંપની તરીકે 'સ્પેશિયલ પર્પઝ વ્હીકલ' (SPV) ની રચના કરવાની કમિશનરની ભલામણ સ્વીકારવામાં આવી છે. આ સાથે જ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરતા નિર્ણયમાં, NPS યોજના અંતર્ગત ૧૦% ફાળાની સામે હવે ૧૪% ફાળાનો લાભ આપવા અંગેના ઠરાવને પણ બહાલી આપવામાં આવી છે.

શહેરના સુઆયોજિત વિકાસ અને નાગરિક સુવિધાના ભાગરૂપે, વાવોલ-કોલવડા (ટી.પી. ૩૪) અને વાવોલ-ઉવારસદ (ટી.પી. ૩૫) ની મુસદ્દારૂપ નગર રચના યોજનાઓની દરખાસ્ત મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, શહેરમાં પાલતુ શ્વાન (Pet Dogs) ની સંખ્યા વધતી હોઈ, તેના નિયમન માટે પાલતુ શ્વાનની નોંધણી ફરજિયાત કરવા અંગેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande